શ્રી શક્તિ વસાહત કુંભારીયા લાભાર્થીઓને ચાવી સોંપાઇ, આ યોજનામાં વિચરતી વિમુક્ત જાતિને થયો લાભ - પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
🎬 Watch Now: Feature Video
અંબાજીમાં સાંસદ પરબત પટેલ ( MP Parbat Patel ) ની ઉપસ્થિતિમાં શ્રી શક્તિ વસાહતનું ( Shree Shakti Vasahat Kumbharia ) લોકાર્પણ કરી વિચરતી જાતિના 33 લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો છે. કુંભારીયામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ( Pandit Din Dayal Upadhyay Awas Yojna ) હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતને લોકાર્પિત કરવામાં આવી હતી. આ ઉપરાંત 68 આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 94 લાભર્થીઓને સનદ આપવામાં આવી હતી. પરબત પટેલે ગૃહપ્રવેશ કરનાર લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ઘરની ચાવી, રાશનકીટ અને સાડી આપી હતી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી ( PM Modi ) ની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે. સરકારી યોજનાનો લાભ વંચિત, ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ ચિંતા કરી છે. વિચરતી વિમુક્ત જાતિના વસવાટ માટે ધગશથી કામ કર્યું છે. વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેમને સ્થાયી કરવા શ્રી શક્તિ સેવા કેન્દ્રના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવી વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST