Diwali 2023: સુરતના વેપારીઓએ ચોપડાની સાથે લેપટોપ અને મોબાઈલની કરી પૂજા, ડિજીટલ યુગમાં ધાર્મિક આસ્થા અને પરંપરા અકબંઘ - દિવાળી 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 1:45 PM IST
સુરત : આજે દિવાળી પર્વ છે અને લોકો માતા લક્ષ્મીની પૂજા કરીને સુખ અને સમૃદ્ધિની કામના કરતા હોય છે ખાસ કરીને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓ આજે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની આરાધના કરી આખો વર્ષ સમૃદ્ધિથી પરિપૂર્ણ જાય તેવી કામનાઓ કરતા હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજનને સાથે લોકો ચોપડા પૂજન પણ કરે છે, પરંતુ ડિજિટલ સમયમાં હવે ચોપડાની જગ્યાએ મોબાઈલ અને લેપટોપની પૂજા કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. શાસ્ત્રોત મંત્રોચ્ચારણની સાથે લેપટોપ અને મોબાઈલની પૂજા કરવામાં આવી હતી. વેપારી નરેશ અગ્રવાલએ જણાવ્યું હતું કે અત્યારે વેપારીઓ આખા વર્ષમાં હિસાબ કિતાબો મોબાઇલ અને લેપટોપમાં કરતા હોય છે આજ કારણ છે કે અમે ચોપડાની જગ્યાએ લેપટોપ અને મોબાઈલ ની પૂજા કરી રહ્યા છે. હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. હિન્દૂ પંચાંગ અનુસાર, કારતક માસની કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. વર્ષોથી કહેવાય છે કે દિવાળી પર્વ પર જો માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિધિવત કરવામાં આવે તો ઘરમાં અને વેપારમાં સુખ સમૃદ્ધિ તેમજ યશપ્રાપ્તિ થાય છે. જીવનમાં ધનની કમી રહેતી નથી