Diwali 2023: દિવાળીના દિવસે પાટણમાં તૈયાર મેરૈયાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ - Diwali 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 12, 2023, 8:16 PM IST
પાટણ: દિવાળીના દિવસે મેર મેરૈયાનું પણ વિશેષ મહત્વ છે. ચાલુ વર્ષે પાટણની બજારમાં તૈયાર મેર મેરૈયાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. શહેરીજનોએ મોટી માત્રામાં આ તૈયાર મેરે મેરૈયાઓની ખરીદી કરી હતી. પ્રકાશના પર્વ દિવાળીની અનેક માન્યતાઓ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઘરમાંથી અનિષ્ટ તત્વો અને અંધારુ દૂર થાય તે માટે દિવાળીના દિવસે વરખડીના વૃક્ષની ત્રણ પાખીયાવાળી ડાળીઓ લાવી મહિલાઓ તેની ઉપર કપડાંની કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી તૈયાર કરી રાત્રે પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવીને મહોલ્લા બાર મૂકવામાં આવે છે પરંતુ બદલાતા યુગની સાથે ચાલુ વર્ષે પાટણની બજારમાં રંગરોગાન કરેલા તૈયાર મરે મેરૈયાએ આકર્ષણ જમાવ્યું હતું. શહેરની બજારોમાં ઠેર ઠેર આવા તૈયાર મેર મેરૈયાઓ ખરીદવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 30 રૂપિયાના ભાવે તૈયાર મેર મેરૈયાઓ વેચાયા હતા.