Uttarayan 2024: નર્મદા નહિ પરંતુ આખા દેશમાં ભાજપની પતંગને કોઈ કાપી નહિ શકે: મનસુખ વસાવા - No one can cut BJPs kite
🎬 Watch Now: Feature Video


Published : Jan 14, 2024, 8:36 PM IST
|Updated : Jan 14, 2024, 9:59 PM IST
રાજપીપળા: ઉત્તરાયણના પર્વ પર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભા ભરૂચ જીતતા સાસંદ મનસુખ વસાવા માટે આગામી 2024 ની લોકસભાની ચૂંટણી એ 7 મી ટર્મ છે. ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ પોતાના કાર્યકરો અને પરિવારના લોકો સાથે પતંગ ચગાવી હતી. રાજપીપળા ખાતે આવેલા પોતાના ઘરના ધાબા પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાળી પતંગ ચગાવી અને આયોધ્યામાં યોજાનારા રામ ભગવાનનાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પણ શુભેચ્છાઓ આપી અને જયઘોષ કર્યો હતો. આજે મકરસંક્રાંતિ પર્વ અને આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે જેનું ધાર્મિક મહત્વ ઘણું છે. આ પર્વના દિવસે લોકો પોતાના ધાબા પરથી પતંગ પણ ચગાવી ઉજવણી કરે છે.