Navratri 2023 : સુરતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો ગરબે ઝુમ્યા, લોકો થયા અચંબિત - clairvoyant children
🎬 Watch Now: Feature Video
Published : Oct 18, 2023, 8:23 AM IST
સુરત: ભલે જીવનમાં રોશની ન હોય પરંતુ સુરતના પ્રજ્ઞાચક્ષુ બાળકો કોઈ પણ ખેલૈયાઓથી ગરબા રમવામાં પાછળ નથી. અંધજન શાળાના બાળકો આજે ગરબાના તાલે ઝુમતા નજરે આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં અંધજન શાળાના બાળકો પણ આવ્યા હતા. જે રીતે સામાન્ય લોકો ગરબા નો આનંદ માણી રહ્યા હતા. તેના કરતાં વધારે આ બાળકો ગરબા રમીને આનંદિત થઈ ગયા હતા. અંધજન શાળાના બાળકો ગરબા રમી શકે આ માટે શાળાના સંચાલકોએ તેમને એક અઠવાડિયા પહેલા થી જ ગરબા રમવાની ટ્રેનિંગ પણ આપી હતી. આ ટ્રેનિંગ બાદ જ્યારે આ બાળકો ગ્રાઉન્ડ પર ઉતર્યા ત્યારે ભલભલા તેમને જોતા રહી ગયા.