Mukesh Ambani on pm Modi: મુકેશ અંબાણીએ કહ્યું 'મોદી હૈ તો મુમકીન હૈ...' - મુકેશ અંબાણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2024/640-480-20473475-thumbnail-16x9-jpg---copy.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jan 10, 2024, 12:36 PM IST
ગાંધીનગર: મહાત્મા મંદિરમાં આજથી ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળો, રાજદ્વારીઓ સહિત અનેક વીવીઆઈપીએ અને વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લીધો છે. આજે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી 10મી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. ત્યાર બાદ એક બાદ ટોચના ઉદ્યોગપતિઓએ વાઈબ્રન્ટ સમિટના મંચ પરથી સંબોધન કર્યું હતું. જેમાં મુકેશ અંબાણીએ પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે અને દુનિયા આખી તેમને સાંભળે છે, અને લોકોનું પણ માનવું છે કે 'મોદી હૈ તો મુમકીન હૈ'.