Gujarat's Ambaji temple in controversy: 48 કલાકનો અલ્ટીમેટમ પૂર્ણ થતાં હિન્દૂ હિત રક્ષા સમિતિની મીટીંગ મળી, આંદોલન 2 દિવસ પાછું ધકેલાયું - Meeting regarding closure of Mohanthal in Ambaji temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 5, 2023, 9:08 PM IST

અંબાજી: અંબાજી મંદિરમાં મોહન થાળ બંધ કરવા મામલે બેઠક યોજાઈ હતી. મળેલી માહિતી અનુસાર હિન્દૂ હિતરક્ષક સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દૂ હિતરક્ષક સમિતિએ આપેલા અલ્ટીમેટમને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 48 કલાકમાં મોહનથાળ શરૂ કરવા મામલે અલ્ટીમેટમ અપાયું હતું. 48 કલાકનું અલ્ટીમેટમ આજે પુર્ણ થતા આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આંદોલનને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મોહનથાળ ફરી શરુ કરાશે તેને લઈ આંદોલનની મુદતમાં વધારો કરાયો છે. હોળી ધુળેટીનાં પર્વને લઇ આંદોલન બે દિવસ પાછું ધકેલાયું છે. હજી આ બે દિવસમાં યોગ્ય નિર્ણય નહી લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot news: ખેડૂતોને પોસણક્ષમ ભાવ નહીં મળતા પોતાના ખેતરમાં લીધી સમાધિ, સરકાર પાસે ઈચ્છા મૃત્યુની કરી માંગ

આ પણ વાંચો Bhavnagar News : ફાગણ સુદ તેરસની 'છ ગાઉ યાત્રા'નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.