સંસ્ક્રુતીમાં ગાયને વેદ લક્ષણમાતા ગણવામાં આવતી હતી - ambaji cow feeding on uttarayan
🎬 Watch Now: Feature Video
આજે મકરસક્રાંતિ જે દાન દક્ષિણાને પુણ્યકાળનું મહાપર્વ માનવામાં આવે છે. તેમાં પણ અબોલ પશુઓને સુકો ને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્યમ રહેલું છે. જેને લઇ આજે વહેલી સવારથી જ અંબાજીના હાઈવે માર્ગો ઉપર આદીવાસી લોકો ઘાસચારાના પુળા ખડકી દીધા હતા. જ્યારે તેટલાજ પ્રમાણમાં લીલો ચારો પણ ઉપલબ્ધ કરી દેવાયો હતો. તો બીજી બાજુ માલધારીઓ પણ પોતાના પશુઓને એકજ જગ્યાએ ઉભા કરી દેતા પુણ્ય કરનારાઓને ઘાસ અને પશુ બન્નેનું સમનવય એકજ જગ્યાઓ મળી ગયુ હતુ. સંસ્ક્રુતીમાં ગાયને વેદ લક્ષણમાતા ગણવામાં આવતી હોવાથી આજે લોકોએ મુંગા પશુઓને ઘાસ ખવડાવ્યુ હતુ. જોકે આજે બપોર બાદ વધેલા ઘાસને સફાઈ કામદારો દ્વારા એકઠુ કરી સળગાવી દેવામાં આવતુ હોય છે તેના બદલે આ વખતે ગૌ રક્ષા સમીતી દ્વારા ઘાસને એકઠુ કરવામાં આવશે.