Karnataka News : ધોધની મોજ માણતો યુવક જોતજોતામાં લપસીને પડ્યો પાણીમાં, મિત્રના મોબાઇલમાં કેદ થયું દ્રશ્ય - ધોધના પાણીમાં લપસી પડતાં યુવકનું દ્રશ્ય
🎬 Watch Now: Feature Video
ઉડુપી : હાલમાં ચોમાસાની ઋતુમાં કુદરતી સ્થળોની સુંદરતા કેમેરામાં કેદ કરવાની ઇચ્છા થવી સ્વાભાવિક છે. જોકે મોબાઇલમાં આવા દ્રશ્યો કેદ કરવાનો વિડીયો આખરી ન બની જાય તેની સાવચેતી રાખવી જરુરી છે તેનું ઉદાહરણ આ ઘટના પૂરું પાડે છે. જેમાં કર્ણાટકના ઉડુપી જિલ્લાના કોલ્લુરમાં એક યુવક પાણીમાં તણાઇ ગયો હતો. ઉડુપી જિલ્લાના કોલ્લુર પાસે અરશિનાગુંડી ધોધમાં એક યુવક ધોધમાં લપસી ગયો હતો. શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતીનો શરથ કુમાર (23) નામનો યુવાન ધોધમાં ખેંચાઇ ગયો હતો ત્યારે ધોધના પાણીમાં લપસી પડતાં યુવકનું દ્રશ્ય મોબાઈલ ફોનમાં કેદ થયું હતું. કારમાં કોલ્લુર આવેલો યુવક ધોધ જોવા આવ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. શરથ કુમાર એક ખડક પર ઉભા રહીને ધોધ જોઈ રહ્યાં હતાં. તેનો મિત્ર તેના મોબાઈલ ફોન પર આનું શૂટિંગ કરી રહ્યો હતો. આ વખતે યુવક શરથકુમાર અકસ્માતે લપસીને પાણીમાં પડી ગયો હતો. આ દ્રશ્ય મોબાઈલમાં કેદ થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ યુવકને શોધવા કામગીરી હાથ ધરી છે. સમાચારની જાણ થતાં કોલ્લુર પીએસઆઈ જયલક્ષ્મી અને સ્ટાફે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ હાથ ધરી હતી. કોલ્લુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.