Junagadh Viral Video: ગાયનું મારણ કરતી સિંહણનો વાયરલ વીડિયો જુઓ... - ગાયના મરણિયા પ્રયાસ
🎬 Watch Now: Feature Video
જુનાગઢ : જુનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તાર જંગલથી ઘેરાયેલા છે. અવારનવાર હિંસક પ્રાણી ગ્રામ્ય વિસ્તારમાં આવીને પાલતુ પશુઓનું મારણ કરતા હોય છે. પરંતુ શું તમે સિંહણને શિકાર કરતા લાઈવ જોઈ છે. તો જુઓ આ વાયરલ વીડિયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. પણ આ વીડિયો ક્યારનો છે એ નક્કી નથી. ETV Bharat આ વીડિયોની કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
લાઇવ શિકાર : હાલમાં ગાયનો શિકાર કરતી સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એવું લાગી રહ્યું છે કે, સિંહણ રસ્તાની પાસે શિકારની રાહમાં ટાંપીને બેઠી હતી. ત્યારે ત્યાંથી પસાર થતી ગાય પર તરાપ મારી ગાયને ગળાના ભાગથી દબોચી હતી. આ તકે ત્યાંથી પસાર થતા કોઈ વાહનચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.
ગાયના મરણિયા પ્રયાસ : વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહણના જબડામાં કોળિયો બનવા જઈ રહેલી ગાયે બચવાના અથાગ પ્રયત્નો કરી રહી છે. ગાયના મરણિયા પ્રયાસો સામે સિંહણ પણ પોતાના શિકારને જતો કરવાના મૂડમાં નથી. શિકાર અને શિકારીએ આમને સામને ભારે લડત આપી હતી. પરંતુ પોતાનું ગળું સિંહણના જબડામાં હોવાથી ગાય બચાવ કરવામાં અસમર્થ જણાતી હતી. આખરે સિંહણ ગાયને રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓમાં ખેંચી ગઈ હતી.
વીડિયોનો હિરો : આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ અચંબિત કરતી હિંમત દાખવી હતી. જ્યારે સિંહણ ગાયનો શિકાર કરી હતી ત્યારે એક વ્યક્તિ ગાયને બચાવવા પ્રયાસ કરતો જોવા મળે છે. તે સિંહણને ભગાડવા સતત હાકોટા કરતો રહ્યો. તે વ્યક્તિ સિંહણની ખૂબ જ પાસે હતો. કદાચ તેના જીવ પર જોખમ થઈ શકે તેમ હતું. આ વ્યક્તિ ગાયનો માલિક હોય તેમ લાગી રહ્યુ છે.
કોડીનીરનો વીડિયો : આ વાયરલ વીડિયો કોડીનારના આલીદર રોડ પરનો હોવાનો અંદાજ છે. પરંતુ કેટલા સમય પહેલાનો વીડિયો છે તે અંગે કોઇ જાણકારી નથી. પરંતુ લાઇવ શિકારનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.