શું આવનારી ચૂંટણીમાં ભૂપેશ પટેલ નામના કોઇ મુખ્યપ્રધાન હશે, રાજ્યપ્રધાને લિધુ નામ - મુખ્યપ્રધાનના નામમાં ગોટા વાળ્યા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢમાં આજે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા નું આયોજન થયું હતું. (devabhai balam make mistake in cm name)રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે કામ કરી રહેલા દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળા નું આયોજન થયું હતું. જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતી વેળાએ રાજ્ય પ્રધાન દેવાભાઈ માલમની જીત લપસી પડી હતી. તેમણે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભુપતભાઈ પટેલનો ઉદઘોષ કર્યો હતો. પ્રધાન દ્વારા ભૂલ અકસ્માતે થઈ હતી પરંતુ રાજ્ય પ્રધાન પરિષદમાં કામ કરતા પ્રધાનને મુખ્યપ્રધાન નું નામ સુધ્ધા યાદ નથી તેવું જાણીને સૌ લાભાર્થીઓમાં સાપો પડી ગયો હતો. પ્રધાન દેવાભાઈ માલમ ખૂબ ઓછું શિક્ષણ ધરાવે છે. જેને લઈને આ પ્રકારની ભૂલ થઈ હશે પરંતુ પ્રધાનપરિષદમાં સામેલ કોઈ પ્રધાન મુખ્ય પ્રધાનનું નામ ન બોલી શકે તે અચરજ પમાડે તેવી વાત છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST