જામનગર સિટી સી પોલીસે પાનની દુકાનમાં દરોડો પાડી નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો - હર્બલ ટોનીક
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2023/640-480-20159687-thumbnail-16x9-4.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Dec 1, 2023, 5:00 PM IST
જામનગર : જામનગર સિટી સી પોલીસે પાનની દુકાનમાં દરોડો પાડી નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. જામનગરના એરફોર્સ-2ના ગેઇટ પાસે આવેલ પાનની દુકાનમાં તપાસ કરીને હર્બી પ્રોડકટની નશાયુકત પીણાંની 96 બોટલ સિટી-સી પોલીસે કબ્જે લીધી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ હર્બલ ટોનીક હર્બી પ્રોડકટનું ગેરકાયદે વેચાણ શોધી કાઢવા સૂચના આપી હતી. તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-સી ડિવિઝન પીઆઇ એ. આર. ચૌધરીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ વી. એ. પરમાર તથા ટીમ સાથે સિટી સી વિસ્તારમાં હર્બલ ટોનીક હર્બી પ્રોડકટ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન હેડ કોન્સ. જાવેદભાઇ વજગોળ તથા પો.કો.ખીમશી ડાંગરને સંયુકત બાતમી રાહે મળેલ હકીકત આધારે જામનગર પેટ્રોલપંપ, એરફોર્સ-2ના ગેઇટ પાસે આવેલ દીપ પાન નામની દુકાનમાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાંની 96 બોટલ કિ. 14,400નો મુદામાલ કબ્જે કરી એફએસએલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવા કાર્યવાહી કરી હતી.