ARTO ઓફિસરની આવક સામે 650 ગણી સંપતિ, આ રીતે પાર પાડ્યુ ઓપરેશન - ભ્રષ્ટાચાર વિરુદ્ધ EOWની કાર્યવાહી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2022, 8:22 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ EOWની કાર્યવાહી સતત ચાલી રહી છે. જબલપુરની પ્રાદેશિક પરિવહન કચેરીમાં તૈનાત ARTO સંતોષ પાલના બુધવારે મોડી રાત્રે EOWએ કાર્યવાહી કરી હતી. જેમાં સંતોષ પાલ અને તેની પત્નીની આવકમાંથી 650થી વધુ સંપત્તિનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ARTO સંતોષ પાલ પાસે ઘણી જગ્યાએ આલીશાન મકાનો, બે કાર અને બે બાઇકની વિશે માહિતી મેળવી હતી. EOWની ટીમ બન્નેના બેન્ક ખાતા, દસ્તાવેજો અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. સંતોષ પાલ પ્રાદેશિક પરિવહન અધિકારી છે અને તેમની પત્ની રેખા પાલ પ્રાદેશિક પરિવહન કચેરીમાં ક્લાર્ક છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં અરજદાર ધીરજ કુકરેજા અને સ્વપ્નિલ સર્રાફે સ્પેશિયલ કોર્ટ લોકાયુક્તમાં સંતોષ પાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વેરિફિકેશનમાં મળેલા પુરાવાના આધારે EOWની ટીમે બુધવારે મોડી રાત્રે સંતોષ પાલના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં કાયદેસરના સ્ત્રોતોમાંથી મળેલી આવકની સરખામણી કરીએ તો તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચ અને હસ્તગત કરેલી મિલકત 650 ટકા હોવાનું જણાયું હતું. હાલ તો કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી જે પ્રોપર્ટી મળી આવી છે, તેની કિંમત 5 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. Jabalpur EOW Raid, Disclosure Worth Crores Rupees Assets, Raid By Economic Offences Cell, Crime news
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.