International Yoga Day 2022 : શાસ્ત્રીય સંગીત સાથે યોગે વાતાવરણ બનાવ્યું મોહક - Yoga Celebrations in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા : પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ શાળા અને દેવયાની રાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ એક અનોખા પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરી હતી. તેઓ બંને ઘટનાઓથી સુંદર- સુમેળ કરી, જીવંત શાસ્ત્રીય સંગીતની (Music with Yoga) ધૂન પર યોગાસન કર્યા હતા. કેમ્પસની અંદર યુનાઈટેડ સ્પોર્ટ્સ એરેના ખાતે લીલાછમ મેદાન પર જીવંત શાસ્ત્રીય સંગીતની ધૂન અને સ્પોટ પેઇન્ટિંગ પર યોગાસન કર્યા હતા. પ્રોફેસર દ્વારકાનાથ ભોંસલે, ડો. તુષાર ભોસલે, ડો. કિંજલ ભોંસલે, અત્તા ખાન, સંતોષ વાઘમારેએ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો કર્યા હતા. શાળાના શિક્ષકો પ્રજેશ શાહ અને સતીશ શિર્કે સ્થળ (Yoga Celebrations in Vadodara) પર લાઇવ પેઇન્ટિંગ કર્યું હતું. બંને ઇવેન્ટ્સને જોડીને અને તેને અનોખી રીતે ઉજવણી જોવા મળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST