સૂર્ય કિરણ એરોબિક ટીમના હેરત અંગેજ કરતબો...જુઓ વિડીયો - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગર: ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા જામનગર એરફોર્સ ખાતે બે દિવસ ડ્રાઈવ ઈન અને સૂર્યકિરણનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. (Indian Air Forces Suryakiran Aerobic Team )સમગ્ર વિશ્વમાં માત્ર 90 જ સૂર્ય કિરણ વિમાન આવેલા છે જેમાંના ચાર વિમાન જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે છે અને આ વિમાન દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ તેમના પરિવાર સાથે આકાશમાં થતા વિમાની કરતબ નિહાળ્યા હતાં. ઉપરાંત આ પ્રદર્શન જોવા માટે શહેરની જુદી જુદી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા આકાશમાં વિમાન દ્વારા કરાયેલા વિવિધ અને હેરતઅગેંજ કરતબો નિહાળી લોકો ખુશ થઈ ગયા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST