ભાવનગર તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા - 15th August 2022
🎬 Watch Now: Feature Video
ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ Har Ghar Tiranga હાલ દેશ અને રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર ખાતે પણ ઐતિહાસિક કહી શકાય તેવી ભવ્ય તિરંગા યાત્રા શહેરનાં માર્ગો પર નીકળી હતી. હર ઘર તિરંગા અભિયાન Azadi ka Amrit Mohotsav હેઠળ પ્રધાન જીતુ વાઘાણીએ તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો. જેમાં તેમની સાથે પ્રધાન વિનુ મોરડિયા અને ભાવનગરનાં પ્રભારી કિરીટસિંહ રાણા પણ જોડાયા હતા. ત્યારબાદ આ તમામ મહાનુભાવો શહેરનાં એ.વીસ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા અને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી તેઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. હજારો જેટલા લોકો આ યાત્રામાં જોડાયા Independence Day 2022 હતા અને શહેરમાં દેશભક્તિનો અનેરો માહોલ છવાય ગયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST