Surat Suicide Case : સુરતમાં વેપારીએ આત્મહત્યા કરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો - Surat Diamond Broker Suicide Case
🎬 Watch Now: Feature Video
સુરત : સુરતમાં હીરાના દલાલે ઝેરી દવા પી આત્મહત્યા (Surat Suicide Case) કરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલતા શરીર પરથી પોલીસ મારના નિશાન મળી આવતા પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હીરાના વેપારી વિપુલે બે દિવસ અગાઉ મધ્ય પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મુકેશભાઈ હીરા દલાલ જેમણે 50 લાખના હીરા વેચીને પોતાના અંગત કામમાં (Surat Diamond Broker Suicide Case) વાપરી નાખ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા મૃતક હીરા દલાલ મુકેશને તેમના ઘરેથી લઈને આવી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે આ પૂછપરછમાં પોલીસ દ્વારા માર માર્યો હોય તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ મુકેશને પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો. બાદમાં ઘરે આવીને તેઓ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, સ્નેહી લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલતા શરીર પર પોલીસના મારના નિશાનો મળી આવતા પરિવારજનો દ્વારા (Surat Crime Case) પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST