વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજોના નવસારીમાં ધામા
🎬 Watch Now: Feature Video
વિધાનસભાની ચૂંટણીને (assembly elections) લઈને આવતીકાલે રાજકીય દિગ્ગજોના નવસારીમાં ધામા ધારાસભ્ય આનંદ પટેલની આદિવાસી આક્રોશ રેલીમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ગુજરાત રાજ્યમાં ભાજપ કોંગ્રેસ સિવાય આ વખતે આમ આદમી પાર્ટીએ પણ દરેક જિલ્લાઓમાં ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ભાજપના ગઢ નવસારી જિલ્લામાં પણ આવતીકાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સભા ગજવશે. જેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ કાર્યક્રમને લઈને તૈયારીઓ આરંભવી દીધી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સંઘર્ષ યાત્રામાં પ્રચાર કરવા અર્થે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત આવતીકાલે નવસારી શહેરના લુન્સીકુઈ મેદાનમાં રેલી બાદ સભા સંબોધશે છે. જેને લઈને જિલ્લા કોંગ્રેસમાં કાર્યક્રમને લઈને સળવળાટ વધ્યો છે, તો બીજી તરફ ચીખલીમાં પણ દિલ્હીના મુખ્યપ્રધાન અને અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન હાજર રહશે. ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 20મી જૂનના રોજ ખુંડવેલ ખાતે સભા સંબોધી હતી. ત્યારબાદ ઉનાઈથી અમિત શાહએ પણ ગૌરવ યાત્રાને (gaurav yatra) પ્રસ્થાન કરાવ્યા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકોને નવસારીમાં ઉતારતા જિલ્લામાં રાજકીય પાર્ટીમાં ત્રિકોણીયો જંગ જામ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST