આગ કાબુમાં લેવા જતા ફાયર કર્મી સાથે યુવાને કરી ઝપાઝપી - Surat firemen and locals Clash
🎬 Watch Now: Feature Video
સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના એક (house fire case in Surat) મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરતું કોઈક વાતે ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક યુવાન વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી મામલે ફાયર ઓફિસર જય ગઢવીએ જણાવ્યું કે, આ સંપૂર્ણ ઘટના અમારી જોડે બની હતી. ફાયર કંટ્રોલ રૂમ દ્વારા સવારે 11 વાગ્યે કોલ આપવામાં આવ્યો હતો કે, ભાડૂતી મકાનમાં ફ્રિજમાં સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. અમે આગ ઉપર 15 થી 20 મિનિટમાં કાબુ મેળવી લીધો હતો. પરતું અમારા કર્મચારીઓ આગ (Locals clash firemen in Bhatha Surat) ઉપર પાણીને મારો ચલાવવામાં આવતો હતો, ત્યારે એક સ્થાનિક યુવાન વારંવાર ઘરમાં જવાની જીદ કરતો હતો. અંદર આગ હોવાને કારણે અમે તેમને અંદર જવા દીધો ન હતો. આ પરિસ્થિતિ અમારા ફાયરના જવાનો જ અંદર જઈ શકે છે. આ અમારો નિયમ છે. જેથી તેઓ ઉશ્કેરાઇને (Fire case in Bhate) ફાયરના જવાનોને અપશબ્દ બોલિયાં હતા. ત્યારે પણ અમારા ફાયર જવાનોએ કહ્યું કે, ઘરનું આખો સામાન બળીને ખાખ થઈ ગયો છે. વધુમાં જણાવ્યું કે, અંતે તેમણે અમારા એક વાર જવાનને લાફો મારી દીધો હતો. જેથી મામલો વધુ ગરમાયો હતો. પરંતુ ત્યારબાદ તાત્કાલિક ફાયરના અન્ય જવાનો અને સ્થાનિક લોકોએ મામલો થાળે પાડ્યો હતો. (Surat firemen and locals Clash)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST