Hindu Temple Vandalised: USના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિન્દુ-અમેરિકન સંસ્થાએ ઘટનાને ગણાવી હેટ ક્રાઈમ - USના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ
🎬 Watch Now: Feature Video


Published : Dec 24, 2023, 12:40 PM IST
અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ કરી હતી. મંદિરની દિવાલો તથા મંદિરના સાઇન બોર્ડ પર ખાલિસ્તાનોએ ભારત વિરોધી લખાણ લખ્યા હતા. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બાબતે ઇન્ડિયન એમ્બેસી, અમેરિકાના હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે અને સૌ એકજુટ થયા છે. સંસ્થા દ્વારા નેવાર્કની લોકલ ઓથોરિટી, મેયર, પોલીસ કેપ્ટન વગેરેને આ બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન તથા બીજી હિન્દુ સંસ્થાઓએ આ બાબતને હેટ ક્રાઇમ તરીકે નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલ ઓથોરિટીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેનેડાનાં બ્રિટીશ કોલંબિયામાં પણ હિન્દુ મંદિરને ટાર્ગેટ કરાયું હતું.