Navratri 2023: મોર બની થનગાટ કરે.. ગરબા રમવા આવેલી હાઇકોર્ટની વકીલે પોતાના ચણિયાચોળીમાં મોર પંખ લગાવ્યા - Navratri
🎬 Watch Now: Feature Video


Published : Oct 19, 2023, 11:42 AM IST
સુરત: નવલી નવરાત્રીમાં ખેલૈયા મન મૂકીને ગરબા રમી રહ્યા છે. નવરાત્રીમાં મહિલાઓ અલગ અલગ પ્રકારના શણગાર કરીને આવતી હોય છે. જ્યારે અન્ય ખેલૈયાઓ કરતા અલગ દેખાવા માટે અવનવી ચણિયાચોળી અને પરિધાન તેઓ ધારણ કરતા હોય છે. ત્યારે સુરત શહેરમાં હાઇકોર્ટના વકીલ મેઘા શાહ ગરબા રમવા માટે ચોલીમાં મોરના પંખ લગાવી આવી હતી. મેઘા શાહે પોતે ખાસ ચણિયાચોળી ડિઝાઇન કરી હતી. જેમાં તેઓએ 200 પણ વધુ મોર પંખ લગાવ્યા હતા.