Yediyurappa Helicopter Landing: યેદુરપ્પાનું હેલિકોપ્ટર હવામાં હિંચકા ખાવા લાગ્યું, જીવ થયો અદ્ધર
🎬 Watch Now: Feature Video
કલબુર્ગી(કર્ણાટક): ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાના હેલિકોપ્ટર લેન્ડિંગના સ્થળે બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકતી હતી. યેદિયુરપ્પાના હેલિકોપ્ટરના લેન્ડિંગની વ્યવસ્થા કલબુર્ગીના જેવરગીમાં કરવામાં આવી હતી. ઉતરાણની જગ્યા ફાર્મ હાઉસ હતી. પરંતુ અહીં હેલિકોપ્ટરના લેન્ડિંગમાં સમસ્યા સર્જાઈ હતી. તેના રોટરના દબાણ હેઠળ કચરો અને પ્લાસ્ટિકની થેલીઓ ઉડવા લાગી. આવી સ્થિતિમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ થઈ શક્યું નહિ. લેન્ડિંગ સાઇટને તરત જ સાફ કરવામાં આવી હતી અને ત્યાર બાદ હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. અગાઉ લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર આકાશમાં અચકાતું જોવા મળ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બની શકે છે. હેલિકોપ્ટરને આકાશમાં ફરતું જોઈને નીચે ઊભેલા લોકોના શ્વાસ અટકી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ મુખ્યપ્રધાન કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિજય સંકલ્પ યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટના તે દરમિયાન બની હતી. બાદમાં જ્યારે ત્યાંથી કચરો હટાવવામાં આવ્યો ત્યારે પાયલોટે હેલિકોપ્ટરને લેન્ડ કરાવ્યું હતું.