Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા 1982ની હોનારત જેવા દ્રશ્યો સર્જાયા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જૂનાગઢમાં આજે ઇતિહાસનો અતિ ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે જે રીતે રાજમાર્ગો પર કમર ડૂબ પાણી જોવા મળ્યા હતા. અતિ ભારે વરસાદને કારણે નદી નાળાઓ બિલકુલ દરિયાની માફક છલકાઇને વહી જતા જોવા મળ્યા હતા. જૂનાગઢના તમામ વિસ્તારોમાં આજે વરસાદે જાણે કે જળ પ્રલય વેરી દીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. જૂનાગઢના કાળવાકાંઠાના વિસ્તારો કે જે સૌથી વધારે અસરગ્રસ્ત જોવા મળતા હતા ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદી પાણીએ નુકસાન કર્યું છે. પાણીમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે જાણે કે મથામણ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રથમ વખત આ પ્રકારનો અતિ ભારે વરસાદ પડ્યો છે જે જૂનાગઢના જળ પ્રલય સાથે પણ સરખાવવામાં આવે છે. 1982 ની હોનારત બાદ આ પ્રકારે જૂનાગઢમાં જળ પ્રલય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ધોધમાર વરસાદને પગલે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે તેમાં કાર તણાઈ ગઈ છે. જેની તસવીરો જોતાં જ જૂનાગઢમાં વરસાદે સર્જેલી સ્થિતિનો કયાસ લગાવી શકાય છે. આવા દ્રશ્યો તાજેતરમાં જ ઉતરાખંડમાં વરસાદને લીધે સર્જાયેલી તબાહી દરમિયાન જોવા મળ્યા હતાં. જ્યાં પણ આવી રીતે જ વાહનો રમકડાંની જેમ તણાતા જોવા મળ્યા હતા.