વરસાદથી હાહાકાર, અંડરબ્રિજમાં પાણી ભરાતા ડૂબી ગાડી અને...
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ( Heavy rain in Banaskantha)જામ્યો છે.જિલ્લાના અનેક તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાં ખુશી (Monsoon Gujarat 2022 )જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ (Rain In Gujarat) રહ્યા છે. દિયોદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા (heavy rain in diyodar)હતા. વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયું હતું જેના કારણે આ અંડરબ્રિજમાંથી ઇકો ગાડી પસાર (Eco car stuck in underbridge)થવા જતા પાણીમાં ફસાઈ ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનિક લોકોને કરતા તેઓ તાત્કાલિક અંડર પાસ પાસે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ બે કલાકની ભારે જહેમત બાદ કારને બહાર નીકળવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST