Happy New Year 2024: અમદાવાદમાં મધરાતે દિવસ ઉગ્યો, નવા વર્ષ 2024ની ઉમળકાભેર ઉજવણી કરતા અમદાવાદીઓ - અમદાવાદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 6:51 AM IST
સમગ્ર દેશ અને દુનિયામાં નવા વર્ષને આવકારવા માટે લોકો ખુબ જ ઉત્સુક દેખાયા હતાં, ત્યારે અમદાવાદ શહેરમાં પણ નવા વર્ષની ઉજવણીને લઈને મોડી રાતે દિવસ જેવો માહોલ સર્જાયો હતો. વવર્ષ 2023ને ગુડ બાય કહેવા અને 2024ને વેલકમ કરવા માટે અમદાવાદના અનેક વિસ્તારોમાં નાની મોટી પાર્ટીઓ ઉપરાંત શહેરના પ્રસિદ્ધ રોડ પર મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યાં હતાં. શહેરના એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, સીજી રોડ, ઈસ્કોન રોડ વગેરે મુખ્ય માર્ગો પર જાણે રાતે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણીમાં આનંદીત દેખાયા હતાં. ત્યારે ઈટીવી ભારત પરિવાર તરફથી 2024નું આ નવું વર્ષ સૌ કોઈ માટે ફળદાયી અને લાભદાયી નીવડે તેવી હાર્દિક શુભેચ્છા.