વેપારીઓએ ડિજિટલ યુગમાં મોબાઈલ લેપટોપની સાથે કર્યું લક્ષ્મી પૂજન
🎬 Watch Now: Feature Video
સુરત : આજે દિવાળી પર્વ (Diwali in Surat) છે અને લોકો માતા લક્ષ્મીની પૂજા કરીને સુખ અને સમૃદ્ધિની કામના કરતા હોય છે, ત્યારે ખાસ કરીને સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારીઓ આજે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની આરાધના કરી આખો વર્ષ સમૃદ્ધિથી પરિપૂર્ણ જાય તેવી કામનાઓ કરતા હોય છે. આ દિવસે લક્ષ્મી પૂજનને સાથે લોકો ચોપડા પૂજન (Diwali in Surat 2022) પણ કરે છે, પરંતુ ડિજિટલ સમયમાં હવે ચોપડાની જગ્યાએ મોબાઈલ અને લેપટોપની પૂજા કરતા વેપારીઓ જોવા મળ્યા હતા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારણની સાથે લેપટોપ અને મોબાઈલની પૂજા કરવામાં આવી હતી. વેપારી નરેશ અગ્રવાલએ જણાવ્યું હતું કે, અત્યારે વેપારીઓ આખા વર્ષમાં હિસાબ (Surat Chopda pujan of traders) કિતાબો મોબાઇલ અને લેપટોપમાં કરતા હોય છે. આજ કારણ છે કે અમે ચોપડાની જગ્યાએ લેપટોપ અને મોબાઈલની પૂજા કરી રહ્યા છે. જ્યારે લક્ષ્મી પૂજન કરનાર પાયલે જણાવ્યું હતું કે, હિન્દુ પંચાંગ અનુસાર, કારતક માસની (chopda pujan vidhi) કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે દિવાળી પર માતા લક્ષ્મીની વિધિ સાથે પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને યશની પ્રાપ્તિ થાય છે. અમે પણ માતાજીની પૂજા અર્ચના કરીએ આખા વર્ષ તેઓ આશીર્વાદ આપતા રહે તેવી કામના કરી છે. chopda pujan muhurat, laxmi pujan muhurat
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST