જુનાગઢમાં આસોમાં અષાઢી માહોલ, વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી - JUNAGADH FARMERS WORRIED DUE TO RAIN
🎬 Watch Now: Feature Video

જુનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ શહેર અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આસો મહિનામાં વરસાદની વિધિવત રીતે વિદાય થતી હોય છે. આ પ્રકારે આસો મહિનામાં વરસાદ પડવાથી ખેતીના પાકોને અને ખાસ કરીને મગફળીને ખૂબ મોટું નુકસાન થાય તેવી પૂરી શક્યતાઓ છે. જે પાક તૈયાર થઈને બજારમાં આવવા માટે રાખવામાં આવ્યો છે, તેને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ છે,(torrential rain in junagadh) બપોર સુધી ભારે ઉકાળાટ અને ગરમી બાદ અચાનક સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST