રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન બની રસપ્રદ ઘટના, જુઓ
🎬 Watch Now: Feature Video
સુરત: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(gujarat legislative assembly 2022) હવે નજીકમાં છે ત્યારે રાજકીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. સોમવારે રાહુલ ગાંધી(congress leader rahul gandhi)એ સુરતના મહુવામાં ચૂંટણી રેલી યોજી હતી. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી(Congress leader Bharat Singh Solanki) રાહુલના ભાષણનું ભાષાંતર કરી રહ્યા હતા. પહેલા રાહુલ ગાંધી હિન્દીમાં બોલતા અને ત્યારબાદ ભરતસિંહ સોલંકી તેનું ગુજરાતીમાં ભાષાંતર કરતાં. જેને કારણે રાહુલ ગાંધીને વારંવાર અટકવું પડતું હતું. આ ક્રિયા 12-13 મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન જાહેર સભામાંથી એક વ્યક્તિ સ્ટેજની સામે આવ્યો હતો. તેણે ભરતસિંહ સોલંકીને રાહુલના શબ્દોનું ગુજરાતીમાં ભાષાંતર ન કરવા અને રાહુલને હિન્દીમાં જ બોલવા કહ્યું હતું. ત્યારપછી ભરતસિંહે રાહુલને કહ્યું- તમે હિન્દીમાં બોલો, લોકો તમારી હિન્દી સમજે છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST