રાજકીય પક્ષોને સભા-રેલીની પરમિશન માટે સિંગલ વિન્ડો સિસ્ટમ તૈયાર
🎬 Watch Now: Feature Video
વડોદરા વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં વડોદરા શહેર જિલ્લાનો સમાવેશ થાય છે, ત્યારે તારીખ 10થી 17 સુધી ઉમેદવારી (Vadodara Assembly Candidate) પત્ર ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીની કચેરી ખાતેથી ઉમેદવારી પત્ર વિતરણ તેમજ સ્વીકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ રાજકીય પક્ષો માટે કોઈ પણ પ્રકારની સભા, સરઘસ રેલી કે વાહનની પરમિશન માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે. જ્યાંથી કોઈ પણ પક્ષના કે અપક્ષ ઉમેદવારે કોઈપણ પ્રકારની મંજૂરી માટે (Single Window System in Vadodara) અરજી કરવાની રહેશે. આ સમગ્ર મામલે નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં માટેના ફોર્મ સ્વીકારવાનું શરૂ થશે. તે માટે તમામ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓએ તૈયારીઓ કરી લીધી છે. તેમજ નમૂના એકમાં ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ થશે. એમાં જાણવેલ સરનામા મુજબના સ્થળોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાનું શરૂ થશે. વડોદરા શહેર વિસ્તારના પાંચ વિધાનસભા મત વિસ્તારમાંથી કોઈ ઉમેદવાર કે રાજકીય પાર્ટીને કોઈ જાહેર સભા કે રેલી માટેની મંજૂરી જોતી હોય તો તેને અલગ અલગ અસીસમાં ઓફિસમાં ના જવું પડે એ હેતુથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સિંગલ વિન્ડો સેલ ઉભો કરવામાં આવ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST