મતદાનને લઈને જિલ્લા કલેકટરે આપી સુચના, મતદારોને કરવું પડશે પાલન! - બીજા તબક્કાનું મતદાન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 8:14 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને 21 વિધાનસભાની બેઠકો (Ahmedabad assembly seat) પર બીજા તબક્કાના મતદાનને લઈને કલેક્ટર ધવલ પટેલ અગત્યની માહિતી આપી છે. ધવલ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 60 લાખ કરતાં વધુ મતદારો છે. આ મતદાન સમયે પોલીસ 23 હજારથી વધુ પોલિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે. મતદાતાઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં કહ્યું હતું કે, મતદાતાઓને વિનંતી કે ઓરીજનલ પુરાવા સાથે રાખે મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે. ઝેરોક્ષ કે ડિજિટલ ID પણ નહિ ચાલે. EVM મશીન વિશે માહિતી (Voters in Ahmedabad) આપતા જણાવ્યું હતું, તમામ લોકેશન પર EVM પહોંચી જશે. આ સાથે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિધાનસભાની બેઠકો પર 5999 બુથ, 147 સખી સ્ટેશન છે. જેમાં એક બુથ યુવા સ્ટાફ દ્વારા મેનેજ કરવામાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને 420 માઈક્રો ઓબ્ઝર્વર (Second phase voting 2022) નિમણૂક કરાઈ છે. 3 જગ્યાએ મતગણતરી થશે જેમાં LD ખાતે 8 વિધાનસભા, પોલિટેકનિકમાં 6 અને ગુજરાત કૉલેજમાં 7 મતગણતરી કરવામાં આવશે. મતગણતરીમાં આ સાથે જો કોઈ સમસ્યા હશે તો નોડલ ઓફિસર નીમવામાં આવ્યા છે જે નિવારણ કરશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.