દિવ્યાંગ મતદારે મતદાનને લઈને આપ્યો સંદેશો, હાથ ન હોવા છતાં તે કરે છે મતદાન - છોટા ઉદેપુરમાં મતદારો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 8:00 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

છોટા ઉદેપુર : સંખેડા તાલુકાના ટીંબા ગામના રમેશ પટેલના બંને હાથ નહીં હોવા છતાંય, મતદાન એ (Disabled voting) આપણી પવિત્ર ફરજ છે અને દેશના દરેક નાગરિકને મતદાન અચૂક કરવું જ જોઇએ તેવો સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે આજે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે ચૂંટણી અધિકારીઓ પણ વધુ મતદાન થાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે ટીંબા ગામના રમેશ પટેલ બંને હાથે દિવ્યાંગ હોવા છતાં ખૂબ ઉત્સાહી મતદાર છે. રમેશ પટેલ MGVCL માં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. વર્ષ 2006માં વીજ લાઈન પર કામ કરતા હતો. એ વખતે અચાનક (Chhota Udaipur assembly seat) જ લાઈટ આવી જતાં કરંટ લાગ્યો હતો. 11 કેવીની આ લાઇન ઉપર કરંટ લાગતા તેમનો હાથ બળી ગયો હતો. બંને હાથે ગંભીર રીતે દાઝી જતાં રમેશ પટેલનું ઓપરેશન કરીને બન્ને હાથ કાપવા પડ્યા હતા. પરતું રમેશ પટેલ અત્યાર સુધી યોજાયેલી એક પણ ચૂંટણીમાં (Polling in Chhota Udepur) એવું નથી બન્યું કે મતદાન નહીં કર્યું હોય. મતદાન કરતી વખતે તેમની પત્ની તેઓ ને મદદ કરે છે. મતદાન કરવાથી દૂર રહેતા મતદારોને આ દિવ્યાંગ મતદાર રમેશ પટેલ મતદાન અવશ્ય કરવું જોઈએનો એક સંદેશ આપે છેે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.