વિરપુરમાં દિવ્યાંગ પરમાનંદ ગૌસ્વામી કર્યું પગેથી મતદાન - Gujarat election First Phase voting
🎬 Watch Now: Feature Video
રાજકોટના વીરપુરના એક મતદારે પોતાના પગથી મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરતા રાજકોટના વિરપુર જલારામધામ ગામના મતદાર પરમાનંદ સચિદાનંદ ગૌસ્વામીને યુવાનીમાં વીજ શોક લાગતા બન્ને હાથ ગુમાવ્યા પડયા હતા. ત્યારે બન્ને હાથ ગુમાવનાર પરમાનંદ ગૌસ્વામીએ હિંમત ન હારી હતી. પોતાના પગથી બધા કામ કરવામાં માહિર થઇ ગયા અને પગથી જ પોતાના જીવનમાં બધા કામ કરવા લાગ્યા હતા. પગથી પોતાની સાઇન તેમજ પગથી જ ઘરકામ કરે છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમને લઈને જેતપુર જામકંડોરણા 74 બેઠકના મતદાનમાં વિરપુર ખાતે પોતાના પગથી મતદાન કરી પોતાની મતદાર તરીકેની ફરજ બજાવી હતી અને લોકોને સંદેશો આપ્યો હતો કે પોતાને હાથ નથી છતાં પગથી મતદાન કર્યું છે તો લોકોએ પોતાના મતદાન અધિકારની ફરજ બજાવી જોઈએ તેવું જણાવ્યું છે. Gujarat Assembly Election 2022 A voter from Virpur casts his vote with his feet Virpur Jalaramdham of Rajkot Gujarat election First Phase voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST