Gir Somanth Rain: સુત્રાપાડામાં આભ ફાટ્યું, 24 કલાકમાં 20 ઇંચ કરતાં વધુ વરસાદ, હીરણ ડેમ-2ના તમામ દરવાજા ખોલાયા
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગીર સોમનાથમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. સુત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેમ સાંબેલાધાર 22 ઈંચ, વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જિલ્લાના વેરાવળ સહિત સુત્રાપાડા અને તાલાળા તાલુકામાં ખતરો ઊભો થયો છે. સતત પડી રહેલો અતિ ભારે વરસાદ તેમજ હિરણ સહિત અન્ય નદીઓમાં આવેલા અતિ ભયાવહ પુરને કારણે પણ જિલ્લાના ત્રણ તાલુકાઓ જળ પ્રલયમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. જળાશયોમાંથી છલકીને વહી રહેલું વરસાદી પાણી હિરણ સહિત અન્ય નદીઓમાં આવી રહ્યું છે. ગત મોડી રાત્રે હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલાતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. જેને કારણે સુત્રાપાડા વેરાવળ અને તાલાલા તાલુકાના મોટાભાગના ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત પડી રહેલો વરસાદ ખાસ કરીને સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામડાઓ માટે હવે અભિશાપ બની રહ્યો છે. જ્યાં નજર કરીએ ત્યાં જમીન પર એક માત્ર વરસાદી પુરનું જળ જોવા મળી રહ્યું છે જે ગામ લોકોની ચિંતામાં ખૂબ જ વધારો કરી રહી છે.