Shaktisinh Gohil: પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની વર્ણીને ગણાવી ફાયદાકારક
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ધોરાજી ઉપલેટા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની વર્ણી કરવામાં આવી છે. જે બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા નિર્ણયને આવકારી અને શક્તિસિંહ ગોહિલના નેતૃત્વ અને તેમની વરણી થતા કોંગ્રેસ પાર્ટીને આગામી ચૂંટણીઓ ની અંદર ફાયદાઓ થશે તેવી પણ વાત કરી છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય રીતે વસોયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલ ની જે વરણી થઈ છે. તેમને તેઓ આવકારે છે આ સાથે જ કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પ્રદેશની અંદર મજબૂત નેતૃત્વ ઈચ્છતા હતા તેવું જણાવ્યું છે. આ સાથે જ તેમને વધુમાં જણાવ્યું છે કે, શક્તિસિંહ ગોહિલ ને નેતૃત્વ આપ્યું છે તે બાદ અમોને ભરોસો છે કે, કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના એક એક કાર્યકર્તાઓ ભાજપની સામે જૂનું નથી લડશે તેવું જણાવ્યું છે.કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય લલિતે વસોયાએ ચૂંટણી અંગેની વાત કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોની અંદર પાર્ટીના આ નિર્ણયથી લોકસભાની ચૂંટણીઓમાં પણ સારા પરિણામો જોવા મળશે. વધુમાં તેમને જણાવ્યું છે કે શક્તિસિંહ ગોહિલ એક લડાયક અને નીડર નેતા છે તેમ જ લોકોને પારખવામાં પણ સારા એવા નિષ્ણાંત છે. કાર્યકર્તાઓ સાથે પણ નજીક હોવાથી પાર્ટી માટે અને કાર્યકર્તાઓ માટે ખૂબ સારા સાબિત થશે તેવી વાત કરી છે.