અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લીગલ ડિપાર્ટમેન્ટ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા નકલી આર્બિટ્રેટર તરીકે કામ કરતા મોરિસ ક્રિસ્ચન નામના વ્યક્તિ દ્વારા કોર્પોરેશન વિરુદ્ધમાં 5 કેસમાં ચુકાદા આપવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ 31 જેટલી કોર્પોરેશનની મિલકતો પર વકફ દ્વારા કબજાના સમાચાર પણ સામે આવ્યા હતા, ત્યારે આવા મોટા અને હાઈપ્રોફાઈલ કેસનું સતત મોનિટરિંગ થાય તે માટે લીગલ કમિટી દ્વારા એક સ્પેશિયલ મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે.
વિવિધ કોર્ટમાં AMC ના 6,200 કેસ ચાલે છે. લીગલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટમાં વિવિધ કોર્ટની અંદર 6200 કેસ અને 10 કરોડથી વધારેની 52 મિલકતોમાં કાયદાકીય લડાઈ ચાલી રહી છે.
સ્પેશિયલ મોનિટરીંગ ટીમની રચના કરવામાં આવી: આ બાબતે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુજ્જરે જણાવ્યું હતું કે, આ તમામ કેસોની અંદર જે કેસોમાં કોર્પોરેશનની મોટી મિલકતોની બાબતમાં કેસ ચાલી રહ્યા છે. જેમ કે, થોડાક સમય પહેલા મોરિસ ક્રિસ્ચનનો ફેક આર્બીટ્રેટરનો કેસ તે ઉપરાંત વકફના જે 31 કેસ છે. જે વકફ કમિટીઓ એ કોર્પોરેશનની વિરુદ્ધમાં કરેલા છે આ પ્રકારના જે વિશેષ કેસ છે. તેનું સતત મોનિટરિંગ કરવા માટે એક વિશેષ મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે.
હાઈપ્રોફાઈલ કેસનો વિકલી રિવ્યૂ રીપોર્ટ તૈયાર કરાશે: આ સ્પેશિયલ મોનિટરિંગ ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કોર્ટમાં ચાલતા મોટા અને હાઈ પ્રોફાઈલ કેસનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. વકીલો સાથે સતત સંપર્કમાં રહીને તેમને જોઈતી માહિતી પૂરી પાડવામાં આવશે તથા વિકલી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.
"70 જેવા વર્ષથી લાંબા સમયથી ચાલતો એકદો કેસ એવો પણ ધ્યાને આવ્યો છે જેમાં વકીલ મૃત્યુ પામ્યા હોય તો પણ કૉર્પોરેશનના ચોપડે તે કેસ લડી રહ્યા હોય" - પ્રકાશ ગુજ્જર ચેરમેન, લીગલ કમિટી AMC
જૂના પેન્ડિંગ કેસ આઇડેન્ટીફાઇ કરાવી રિવ્યુ કરાયા: પ્રકાશ ગુજ્જર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જે જુના કેસ છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી પ્રોપર્ટી ઉપસ્થિત હોય અને કેસ પેન્ડિંગ હોય એવા કેસ અમે અલગથી આઇડેન્ટીફાઇ કરાવ્યા છે. જેનું અમે રિવ્યુ કર્યું છે કે તે તમામ કેસમાં વકીલની ઉપસ્થિતિ સુનિશ્ચિત થાય, વિભાગ દ્વારા સમયાંતરે તેમને પ્રોપર માહિતી મળતી રહે તે ઉપરાંત જ્યાં જરૂર લાગે જયાં નવા વકીલોની પણ નિમણૂક કરવામાં આવી છે. ઝડપથી તે કેસના નિકાલ થાય તેના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: