વલસાડ જળબંબાકાર : આકાશી ભયાનક દ્રશ્યો આવ્યા સામે, VIDEO - Flood in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારીઃ ગુજરાતમાં હાલ ભારે વરસાદની આગાહી( Monsoon Gujarat 2022 )કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી( Monsoon Gujarat 2022 )અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાંથી વહેતી ઔરંગા નદીમાં ઘોડાપૂરની જેવી સ્થિતિ થઈ છે. ઔરંગા નદીના ઉપરવાસમાં એટલે કે સાપુતારા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં વધારો થયો છે. નોંધાઈ ગામના લો લેવલ ગરનાળા પર પાણી પ્રવેશતા 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી (Auranga River)ગાંડીતુર બની છે. નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે. ભારે વરસાદના પગલે ખેરગામ તાલુકાનું તંત્ર એલર્ટ મોડ પર છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST