Valsad Bus Fire: પારડી હાઇવે ખાનગી લક્ઝરી બસમાં ભીષણ આગ, બસ બળીને ખાખ - Etv ભારત ગુજરાત વલસાડ હાઇવે પર લક્ઝરી બસમાં લાગી આગ
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2023, 6:11 PM IST
વલસાડ: ગુરુવારે મોડી રાત્રે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ખડકી રેમન્ડ બ્રિજ ઉપર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં આગ લાગતા પહેલા તમામ મુસાફરો બસની બહાર નીકળી આવ્યા હતા. જેથી કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. જો કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સની બસ મુંબઈ તરફ મુસાફરો બેસાડી જઈ રહી હતી ત્યારે પારડી નજીકમાં આવેલા રેમન્ડ બ્રિજ ઉપર મોડી રાત્રે 11 વાગે બસના પાછળના ટાયરમાં અવાજ આવ્યા બાદ ટાયર ફાટ્યાનો અવાજ આવતા તેમાંથી ધુમાડો નીકળવા માંડ્યો હતો. તમામ મુસાફરોને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. જે બાદ અચાનક જ બસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની બની નથી પરંતુ સમગ્ર આગની ઘટનામાં બસનો મોટાભાગનો હિસ્સો મળીને ખાસ થઈ જવા પામ્યો છે.