Farmers demand for water: ડભોઇના ખેડૂતોને સિંચાઈના પાણી માટે ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - ખેડૂતોની પાણી માટે માંગ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15068371-thumbnail-3x2-vdr-aspera.jpg)
ડભોઈ તાલુકાના ખેડૂતોને ગત તા. 31મી માર્ચથી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બંધ કરી દીધું છે. આ પાણી ઉદ્યોગોને પાણી પૂરું પાડવામાં આવી (Farmers demand for water)રહ્યું છે. નર્મદા કેનાલ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ ખેડૂતોને પાણી મળી રહે અને તેઓ તમામ ઋતુઓના( Farmers summer crop)પાક લઈ શકે. તે ઉપરાંત જે(Water for irrigation to farmers) વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. ત્યાં નર્મદા કેનાલનું પાણી પહોંચાડવું તે મુખ્ય બે પ્રાથમિકતા હતી. ઉદ્યોગોને પાણી આપવું જોઈએ પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે તે બાબત ખેડૂતો માટે આંદોલનનો માર્ગ અપનાવવા પ્રેરે તેવો છે. ગુજરાત સરકાર જળક્રાંતિ-કૃષિક્રાંતિનું અભિયાન ચલાવતી હોય અને તેમાં ખેડૂતોને ખાસ કરીને આદિવાસી પ્રજા સાથ સરકાર આપતી હોય ત્યારે ખેડૂતોને અન્યાય કરવો તે કેટલા અંશે યોગ્ય છે તેમ ધારાસભ્યએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતોમાં ઉનાળુ પાકનો નાશ સહિત મોટા પાયે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન અને મુખ્ય સચિવને પત્ર લખી ખેડૂતોને ખેતી માટે તાત્કાલિક ધોરણે પાણી આપવા માંગણી કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST