ઉતરાખંડમાં ઈમરજન્સી આર્મીના હેલિકોપ્ટરનું લેન્ડિંગ, સદનશીબે દુર્ઘટના ટળી - kahsipur helicopter Emergency landing
🎬 Watch Now: Feature Video
કાશીપુરના કુંડેશ્વરી ચોકી વિસ્તારના ઢાંકિયા નંબર બે ગામમાં આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing of army helicopter ) થયું છે. આ હેલિકોપ્ટર ખેતરોની વચ્ચે લેન્ડ થયું હતું. હાલ તમામ હેલિકોપ્ટર સવારો સુરક્ષિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને ખેતરોની વચ્ચે બનેલા રોડ પર લેન્ડ કરવું પડ્યું હતું. અચાનક ઉતરેલા હેલિકોપ્ટરને જોવા માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી.આ દરમિયાન બીજું હેલિકોપ્ટર ગામની ઉપર ફરતું રહ્યું. થોડા સમય પછી હેલિકોપ્ટરે ઉડાન ભરી. ખેતરોમાં કામ કરતા ગ્રામજનોએ જણાવ્યું કે 12.30 વાગ્યે અચાનક એક હેલિકોપ્ટર આકાશમાં ચક્કર મારવા લાગ્યું. થોડી વાર પછી એ હેલિકોપ્ટર ખેતીની વચ્ચે બનેલા સાંકડા રસ્તા પર ઉતર્યું હતુ. ઈમરજન્સી લેન્ડિંગની બરાબર 15 મિનિટ પછી એટલે કે બપોરે 12.45 વાગ્યે હેલિકોપ્ટર ખેતરોની વચ્ચેના રસ્તા પરથી ઊપડ્યું હતુ.
TAGGED:
kahsipur latest news