ખાડામાં પડ્યા બે ગજરાજ, જૂઓ વીડિયો

By

Published : Aug 14, 2022, 9:27 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

ઝારખંડના રામગઢ જિલ્લાના પુરબડીહ ગામમાં ખાડામાં પડેલા બે જંગલી હાથીઓ પડ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. જેને હાલ, બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જ્યારે હાથીઓનું ટોળું મકાઈનો પાક ખાવા ખેતરમાં પહોંચ્યું હતું. આ દરમિયાન બન્ને જંગલી હાથી સિંચાઈ માટે બનાવેલા ખાડામાં પડી ગયા હતા. જે બાદ બન્નેનો અવાજ આવવા લાગ્યો હતો. ગામના લોકો ડરી ગયા અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ જેસીબીની મદદથી બન્ને હાથીઓને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. લગભગ 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ વન વિભાગને આ સફળતા મળી હતી.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.