Diwali 2023: જુનાગઢમાં હજાર કરતાં વધુ યુવક-યુવતીઓએ પ્રદૂષણ નહીં ફેલાવવાના લીધા શપથ, પર્યાવરણનું રક્ષણ અને જીવ હિંસા ન થાય તેવો અભિગમ - દિવાળી 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 13, 2023, 7:28 AM IST
ચાતુર્માસ દરમિયાન જૈન સમાજના સાધ્વી અને મુનિઓ દ્વારા ધર્મની સાથે પર્યાવરણનું રક્ષણ થાય, કોઈપણ જીવની હત્યા ન થાય તે માટે ઉપદેશો આપતા હોય છે. ત્યારે આ વર્ષે ચતુર્માસ દરમિયાન જૂનાગઢમાં હજાર કરતાં વધુ યુવક યુવતીઓએ પ્રદૂષણ નહીં ફેલાવવાના શપથ લીધા છે. સીધી રીતે જોઈએ તો દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાથી હવાનું પ્રદૂષણ થાય છે. તેને કારણે અસંખ્ય નાના-મોટા જીવો અકારણ મોતને ભેટે છે. આ જીવ હત્યા જાણતા કે અજાણતા પણ થતી હોય છે. ત્યારે ચાતુર્માસ દરમિયાન હજાર કરતાં વધુ યુવક અને યુવતીઓએ પ્રદૂષણ નહીં ફેલાવવાના એટલે કે દિવાળી દરમિયાન ફટાકડા નહીં ફોડીને પ્રકૃતિની સાથે પર્યાવરણનું જતન થાય તેમજ જાણે-અજાણે કોઈપણ જીવની હત્યા ન થાય તે માટેના શપથ લઈને પ્રદૂષણને અટકાવવાની શરૂઆત કરી છે.