સપ્તેશ્વર મહાદેવ મંદિર પાણીમાં થયા ગરકાવ - વરસાદને કારણે નુકસાની
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા ગુજરાત સહિત રાજસ્થાનમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે સાબરકાંઠાની મુખ્ય નદી ગણાતી સાબરમતીમાં 80 હજારથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને લઈને તંત્ર દ્વારા ધરોઈ જળાશય યોજનામાંથી એક સાથે આઠ દરવાજા ખોલી 80,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ એવું ઇડર તાલુકામાં આવેલી સાબરમતી નદી કિનારે પ્રાચીન અને પ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તેમજ છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે ભગવાનના દર્શને આવનાર સૌ કોઈ માટે આજના દર્શન કંઈક વિશેષ મહત્વ હોય તેવું જાણવા મળ્યું હતું. છેલ્લા 17 વર્ષથી સાબરમતી નદીમાં આટલું પાણી પહેલી વાર ભક્તજનોએ જોયું છે. ત્યારે તમામ ભક્તજનો સાબરમતીના આ રૌદ્ર રૂપની ભગવાનનું સ્વરૂપ માની ભકતજનો ભાવવિભોર બની રહ્યા છે. Sabarmati river in Sabarkantha, rain in Gujarat, Sapteshwar Mahadev drowned, Gates of the Sabarmati River, Highest rainfall in Gujarat.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST