Navratri 2023: હંમેશા એપ્રોનમાં જોવા મળનાર ડોક્ટરો નવરાત્રીમાં પરંપરાગત પહેરવેશમાં ગરબા રમતા જોવા મળ્યા - garba in traditional
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2023, 9:53 AM IST
સુરત: ઇમરજન્સી સેવા પ્રદાન કરનાર ડોક્ટર હંમેશા દર્દીઓ થી ઘેરાયેલા હોય છે. ડોક્ટરોને ભગવાનનો બીજો સ્વરૂપ ગણવામાં આવે છે. હંમેશા એપ્રોનમાં જોવા મળનાર ડોક્ટર નવરાત્રીમાં પરંપરાગત પરિવેશમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડોક્ટર અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આખા દિવસ દર્દીઓની સેવા કર્યા બાદ મેડિકલના વિદ્યાર્થીઓ અને ડોક્ટરો ગરબા કરવા માટે સમય કાઢી રહ્યા છે. મોટાભાગના મેડિકલ ના વિદ્યાર્થીઓ ગુજરાતની બહાર અથવા તો સુરેશ શહેરની બહારના છે. તેઓએ જણાવ્યું હતું કે નવરાત્રીના આયોજનના કારણે તેમના પરિવાર સાથે ન હોવાનું લાગતું નથી.