Rain in Navsari : ભારે વરસાદના પગલે 10થી વધુ ગામોના તૂટ્યા સંપર્ક - Vansada Bay bridge damaged
🎬 Watch Now: Feature Video
નવસારી : નવસારીમાં અઠવાડિયા સુધી રહેલા ભારે વરસાદને કારણે (Damage Due Rain in Navsari) ગાંડીતૂર બનેલી નદીઓ અને એના ધસમસતા પાણીમાં ઘણી તારાજી સર્જાઈ છે. જેમાં વાંસદા તાલુકામાં ઘણા રસ્તાઓ ધોવાયા છે. વાંસદા અને ડાંગના વઘઈને જોડતા કુરેલીયા-કેડકસ માર્ગ વચ્ચેથી પસાર થતી કોસ ખાડીમાંથી પણ તેજ પ્રવાહે કિનારાની જમીનોનું ધોવાણ કરવા સાથે જ કુરેલીયા-કેડકસ વચ્ચે બનેલા પુલને પણ નુકસાન પહોંચાડ્યું છે. જેમાં કેડકસ તરફની પુલની પીચિંગ સાથે રસ્તાનું પણ ધોવાણ થયું હોય તે દ્રશ્ય સામે આવ્યા છે. જ્યારે સામે કુરેલીયા તરફ પણ પુલમાં ધોવાણ થતા 10થી વધુ ગામોનો વાંસદાથી સંપર્ક તૂટ્યો હતો. વાંસદા તાલુકા (Rain in Navsari) તંત્રને કોસ ખાડીના પુલને નુકશાન થવા સાથે રસ્તાના ધોવાણની ફરિયાદ મળ્યાના બે દિવસોમાં જ સમારકામ આરંભ્યું છે. જોકે અહીંથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે, પરંતુ રસ્તામાં પુરાણ થતા બાઇક અને પગપાળા લોકો અવરજવર કરતા થયા છે. જ્યારે બારતાડ તરફના અન્ય બે રસ્તાઓ પણ જે ધોવાયા હતા, ત્યાં વરસાદ બંધ થાય તો કામગીરી શરૂ કરી શકાય એવી સ્થિતિ (Vansada Bay bridge damaged) હોવાથી બંને રસ્તા હાલ બંધ કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST