સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, વરસાદની એન્ટ્રી થતાં ભારે બફાટ વચ્ચે ઠંડક પ્રસરી - સુરતમાં વાદળછાયું વાતાવરણ
🎬 Watch Now: Feature Video
સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ(Cloudy Weather in Surat) છે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદે પોતાની ઝપેટમાં લીધી હોય તેમ કહી શકાય છે. કારણ કે આખા શહેરમાં જોરદાર વરસાદે એન્ટ્રી કરી હતી અને જોરદાર વરસાદ વરસ્યો છે. હાલ પણ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી(Cold spread amid Heavy rains) છે જેને લીધે લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે હવામાન વિભાગની આગાહી(Meteorological Department Forecast) મુજબ 15થી 17 જૂન 2022ના વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું(Rain in South Gujarat) આગમન થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારમાં દસ્તક આપે તેવી સંભાવના કરવામાં આવી હતી. આજે સમગ્ર શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તેના કારણે તાપમાનમાં પણ ખાસ્સો ઘટાડો(Sharp Drop in Temperature) જોવા મળ્યો હતો. વરસાદ વરસવાને કારણે મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની ઝડપ પ્રતિ કલાક 10 કિલોમીટર હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST