Jamnagar Rain: જામનગર દ્વારકામાં 24 હજાર વીજ પોલ ધરાશાયી - Jamnagar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2023/640-480-18775784-thumbnail-16x9-t-aspera.jpg)
જામનગર: દેવભૂમિ દ્વારકામાં વાવઝોડા એ તરાજી સર્જી છે. અનેક જગાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો વીજ પોલ પડી જવાના કારણે સમગ્ર પથકમાં અંધાર પટ્ટ છવાયો હતો. પીજીવીસીએલ અધિક્ષક એલ કે પરમારે આપી માહિતી કે બંનેમાં જિલ્લા પીજીવીસીએલની ટીમો કામ કરી રહી છે. 1500 જેટલા વીજ ફરી ઉભા કરવામાં આવ્યા છે જો કે બને જિલ્લામાં 24 હજાર વીજ પોલ પડી ગયા છે. અન્ય જિલ્લાની ટીમો કામગીરી માટે બોલાવવામાં આવી છે..બંને જિલ્લામાં જુદી જુદી ટીમો કરી રહી છે કામગીરી.જો કે400 જેટલા ગામડામાં હજુ અંધાર પટ્ટ છે. 300 ગામોમાં વીજ પુરવઠો થયો કાર્યરત કરવામાં આવ્યો છે. કુલ 700થી વધુ ગામોમાં વીજ પોલ પડી ગયા છે. વધુમાં માહિતી આપતા અધીશકે જણાવ્યું કે સૌથી વધુ કામ પીજીવીસીએલની ટીમ પર છે. કારણ કે કપરી પરિસ્થિતિમાં કામ કરવું પડે છે. ચાલુ વરસાદ હોવાથી પીજીવીસીએલની કામગીરી કરવી અઘરી હોય છે.જો કે ગામડામાં ઉઘાડ થયા બાદ કામગીરી શરુ થશે. શહેરમાં હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.વાવઝોડાના કારણે અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બે દિવસ વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસરને કારણે વરસાદ પડી રહ્યો છે.