મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકમાંથી બે ભાજપ અને એક કોંગ્રેસ વિજય
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજ્યમાં કેસરીયો લહેરાયો છે. ત્યારે મહીસાગર(Gujarat Assembly Election 2022) જીલ્લાની ત્રણેય બેઠક પર કાંટે કી ટકર જામી હતી ત્યારે મત ગણતરીની શરૂઆત થી(Mahisagar assembly seat) જ મહીસાગર જીલ્લાની ત્રણેય બેઠક પર રસાકસી જામી હતી. લુણાવાડા બેઠક પર અપક્ષ, ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક ચાલુ ધારાસભ્ય હતા. જેને હરાવી ગુલાબસિંહ ચૌહાણ કુલ 26626 મતો મેળવી ભવ્ય જીત મેળવી. ત્યારે ભાજપમાંથી નારાજ જયપ્રકાશ પટેલ અપક્ષમાંથી દાવેદારી કરતાં જીગ્નેશ સેવકને નડતા તેમની કારમી હાર થઈ હતી. ત્યારે બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાતી અને કોંગ્રેસના ચાલું ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણને હરાવી માનસિંહ ચૌહાણ કુલ 50027 જેટલાં ભારે મતોથી જીત મેળવી પંજાનો સફાયો કર્યો છે. સંતરામપુર વિધાનસભાના રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ કુબેરભાઈ ડિંડોર કુલ 14492 મતોથી ભવ્ય વિજય થયો હતો. ત્યારે તમામ વિજેતા ઉમેદવારો એ વાજતે ગાજતે ડીજે ના તાલે ઝૂમી અને પુષ્પા હાર પહેરાવી ઉમેદવાર ને વધાવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST