ગોધરામાં ભાજપના સી કે રાઉલજી ની ભવ્ય જીત - પંચમહાલની 5 વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આજે ગુજરાતમાં ભગવો લેહરાયો છે. ત્યારે આજે પંચમહાલની 5 વિધાનસભા બેઠક(5 assembly seat of Panchmahal) પર પણ ભાજપના 5 ઉમેદવારો ભવ્ય વિજય મેળવ્યો છે. આ પાંચેય બેઠકો પર અતિ મહત્વની ગણાતી ગોધરા વિધાનસભા બેઠક(Godhra assembly seat) સૌની નજર હતી.કારણ કે આ બેઠક પર ઓબીસી અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ હતું. જેમાં કોંગ્રેસે ઓબીસી ઉમેદવારને ટિકિટ આપી હતી.અને સામે aimim માંથી મુસ્લિમ ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા.અને ભાજપ અમુક લોકોમાં આંતરિક વિખવાદ પાછલા બારણે જોવા મળી રહ્યો હતો. તેમ છતા મોદી મેજીક અને સી કે રાઉલજીની લોકચાહના વચ્ચે વિરોધીઓ ફાવી શક્યા નહી. સી કે રાઉલજીની ભવ્ય 35000 થી વધુ મતોથી વિજય થયો છે.વિજય થતા કાર્યકરોમાં આનંદ છવાયો હતો. ઢોલ અને d j સાથે સી કે રાઉલજીને વધાવ્યા હતા. સાથે સાથે સી કે રાઉલજીએ(C K Roulji) પણ મતદારોનો આભાર માન્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST