દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી - Australian Coal Scam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 9:13 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ભરૂચ LCB એ અંકલેશ્વર NH 48 ઉપર કાપોદ્રા પાસે આવેલા ગોડાઉનમાં ઓસ્ટ્રેલિયન કોલસા કૌભાંડને (Australian Coal Scam)પકડી પડયું છે. લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં મોરબીના દિનેશ પટેલ અને હરેશ ઝાલરીયાએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેનો વહીવટ રાજકોટનો તિલક રાજેશ સેરસિયા કરતો હતો. દહેજ અદાણીથી (Dahej coal scam)નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો અહીં સગેવગે કરાતો હતો. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાયએશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ પકડયું હતું. LCB એ સ્થળ પરથી દિનેશ પટેલ, લોડર ડ્રાઈવર મૂળ બિહાર અને હાલ કાપોદ્રા લક્ષ્મી ટ્રેડર્સ ગોડાઉનમાં રહેતો સોનુ ગણેશરાય યાદવ, મૂળ UP નો સૂરજ રામપ્રીત ચૌહાણ તેમજ મહારાષ્ટ્રના MGR ટ્રાન્સપોર્ટના ખાન બંધુઓ સલમાન ખાન અને અરબાઝ ખાનની અટકાયત કરી હતી. હાલ સુરત રહેતો અરબાઝ ખાન ટ્રક ડ્રાઈવર હતો. જ્યારે તેનો ભાઈ સલમાન ખાન ક્લિનર તરીકે કામ કરતો હતો. સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એલસીબી આગળની તપાસ ચલાવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.