Mansukh Vasava: ઇન્ડિયા ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો દાવો - Mansukh Vasava claim on India Alliance
🎬 Watch Now: Feature Video
નર્મદા: લોકસભા 2024 ની ચૂંટણીને લઈ અત્યારથી જ ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ખાસ ભરૂચ લોકસભામાં ભાજપના મનસુખ વસાવા જીતતા આવ્યા છે. જોકે 2024 ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રહશે એમ લાગી રહ્યું છે. કારણ કે હાલ જ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભરૂચ લોકસભા લડશેની વાત કરી હતી. ત્યાર બાદ જે કોંગ્રેસના અગ્રણી એવા સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝએ પણ આ વખતે લોકસભા લડવાની તૈયારીઓ બતાવી છે. ત્યારે હાલસાંસદ મનસુખ વસાવા જેની સામે જવાબ આપ્યો છે કે, ચૂંટણી લડવા દાવેદારી કોઈ પણ કરી શકે પણ જીતવું મહત્વનુ છે. સાંસદે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણીના ભરૂચ નો ઉમેદવાર હોઈ કે ન હોઉં બીજેપીએ જીતે તેવો મારો પ્રયાસ રહેશે. અમે વર્ષોથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ સરળતા જીતીશું. પરંતુ એક બાજુ આપ અને કોંગ્રેસ ઇન્ડિયાનું ગઠબંધન છે જ ક્યાં કોંગ્રેસ ખતમ થઈ છે. આજે તમામ પક્ષો મૃતપાયે છે. ત્યારે એક બાજુ ચૈતર વસાવા ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનથી લડવાનો દાવો કરે છે અને બીજી બાજુ અહેમદ પટેલ ની પુત્રી પણ લડવાની વાત કરે છે. તો આ કેવું ગઠબંધન જેને ચૂંટણી લડવી હોઈ એ લડે પણ જીત તો ભાજપ નિજ થવાની છે.